યમુનામેં કૂદ પડ્યો કનૈયો

યમુનામેં કૂદ પડ્યો, કનૈયો તેરો યમુના મેં કૂદ પડ્યો … કનૈયો

પેસી પૈયારે કાલિનાગ નાથ્યો, ફન પર નિરત કર્યો … કનૈયો.

નંદબાવા ઘર નોબત બાજે, કંસરાય દેડકે ડર્યો … કનૈયો.

માત યશોદા રુદન કરત હૈ, નૈનો મેં નીર ઝર્યો … કનૈયો.

ટચલી આંગળીએ ગોવર્ધન તોર્યો, ઈન્દ્ર નો માન હર્યો … કનૈયો.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, મથુરા મેં વાસ કર્યો … કનૈયો.

– મીરાંબાઈ

See also  The Old Man’s Counsel by William Cullen Bryant
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *