વીણવો હોય તો રસ વીણી લેજો

વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ! હવે આવ્યો બરાબર વખત; ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો, હવે લાંબો નથી કાંઈ પંથ … વીણવો.

આ રસ-પાત્ર અગમ અપાર છે પાનબાઈ, કોઈને કહ્યો નવ જાય; એ રસ હું તમને બતાવું પાનબાઈ! મારી પૂરણ થઈ છે દયાય …. વીણવો.

આ અજર રસ કોઈથી જરે નહિ પાનબાઈ! અધૂરાને આપ્યે ઢોળાઈ જાય, પીઓને પિયાલો પ્રેમ કરી પાનબાઈ! ત્યારે લેર સમાય … વીણવો.

આપ્યો રસ ને ખોળામાં બેસાડ્યાં, મૂક્યો રે મસ્તક ઉપર હાથ, ગંગા રે સતી એમ બોલિયાં રે, ત્યાં તો નિરખ્યા ત્રિભુવનનાથ … વીણવો.

– ગંગા સતી

See also  Birthday Of Daniel Webster by Oliver Wendell Holmes
Leave a Reply 2

Your email address will not be published. Required fields are marked *


krithika

krithika

Hi,

Can an english translation and english lyric of the above ganga sati poems be given to understand them better