Vadlo Kahe Che

વડલો કહે મારી વનરાયું સળગી ને, છોડી દીયો ને જૂનાં માળા, ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળાજી, આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા, ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી, કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં, ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળાજી, પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા, ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી, મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા, ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

See also  A Simile by Victor Hugo
Leave a Reply 2

Your email address will not be published. Required fields are marked *


valjibhai R Gohil

valjibhai R Gohil

+kavi kag bapu a kavya ma ghani moti vat karel chhe manas no samay saro ho y tyare emana ghare avata hoy chhe pan jyare samay saro nathi hoto tyare modhu fervi nakhe chhe tyare kavi kag lakhe chhe asare tamare inda uchherya fal khadha rasvalaji….je vyakti e apan ne asharo apyo hoy jenu mathe run hoy temne kyare pan na visarava joi ……marava vakhate sath chhodi de to modha thase mesh vala ji ..sara samaye bhai bhai kharab samaye by by..tyare eva manaso rupala nahi lage emana modha kala meshvala dekhase aa kavi ni pankti ghani badhi sikhaman apechhe…

poemtree

poemtree

Absolutely true.