વારિ જાઉં રે સુંદર શ્યામ

વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને.

લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંસ રે, લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે … વારી જાઉં.

લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલવટ વાળી રે, લટકે જઈ જમુનામાં પેસી, લટકે નાથ્યો કાળી રે … વારી જાઉં.

લટકે વામન રૂપ ધરીને, આવ્યા બલિને દ્વાર રે, ઉઠ કદંબ અવની માગી, બલિ ચાંપ્યો પાતાળે રે … વારી જાઉં.

લટકે રઘુપતિ રૂપ ધરીને, તાતની આજ્ઞા પાળી રે, લટકે રાવણ રણ મારીને, લટકે સીતા વાળી રે … વારી જાઉં.

એવા લટકા છે ઘણેરા, લટકા લાખ કરોડ રે, લટકે મળે નરસૈંના સ્વામી, હીંડે મોડામોડ રે … વારી જાઉં.

– નરસિંહ મહેતા

See also  John Ford by Algernon Charles Swinburne
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *