Vaa Vaya Ne Vadal Umatya – Narsinh Mehta Bhajans

Vaa Vaya Ne Vadal Umatya – Narsinh Mehta Bhajans

વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.

તમે મળવા તે ના’વો
શા માટે નહીં આવો તો
નંદજીની આણ … મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર … મળવા.

તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ … મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર … મળવા.

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ … મળવા.

વા વાયા ને વાદળ ઊમટ્યાં – નરસિંહ મહેતા

See also  An Hymn To The Muses by Robert Herrick
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *