ઉખાણું

દૂધે ધોઇ ચાંદની ચાંદનીએ ધોઇ રાત, એવામાં જો મળે તો, વ્હાલમ, માંડું રે એક વાત.

અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સ્હોય, એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય. વાત સમજ તો વ્હાલમ ચાંદ-સૂરજની દઉં સોગાત.

વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ, વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ. ભેદ સમજ તો તને વસાવું કીકીમાં રળિયાત.

મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઇ, એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઇ; દાખવ તો ઓ પિયુ ! તને દઉં હૈયાની ઠકરાત.

-હરીન્દ્ર દવે

See also  A Snake [Sweet is the swamp with its secrets] by Emily Dickinson
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *