ત્યાગ

હું જાઉં છું! હું જાઉં છું!
ત્યાં આવશો કોઈ નહીં!
સો સો દિવાલો બાંધતાં
ત્યાં ફાવશો કોઈ નહીં!

ના આંસુથી, ના ઝુલ્મથી,
ના વસ્લથી, ના બન્ધથી,
દિલ જે ઊઠ્યું રોકાય ના!
એ વાત છોડો કેદની!

સૌ ખુશ રહો જેમાં ખુશી!
હું જ્યાં ખુશી તે હું કરું!
‘શું એ હતું? શું આ થયું?’
એ પૂછશો કોઈ નહીં!

કૈં છે ખુશી! કૈં છે નહીં!
દિલ જાણતું-જે છે તે છે!
જ્યાં જ્યાં કરી પેદા ખુશી
ત્યાં ત્યાં ખુશી દિલ છે નકી!

પેદા કર્યો’તો ઈશ્ક
ત્યાં ના કોઈને પૂછ્યું હતું;
એ ભૂંસવા જો છે ખુશી
તો પૂછવું એ કૈં નથી.

છે ઈશ્ક જોયો ખૂબ
તોં જોવું હવે જે ના દીઠું,
કિસ્મત બતાવે ખેલ
તે આનંદથી જોવા સહી!

આ ચશ્મ બુરજે છે
ચડ્યું આલમ બધી નિહાળવા,
તે ચશ્મ પર પાટો
તમે વીંટી હવે શકશો નહીં.

મારી કબર બાંધી અહીં
ત્યાં કોઈને સુવારજો!
હું જ્યાં દટાઉ ત્યાં
ફૂલોને વેરશો કોઈ નહીં.!

છે શું ફૂલો, શું ઈશ્ક ને
શું સૌ તમે જાનારને?
આ માછલું દરિયા તણું
તે ઊર્મિઓ ગણતું નહીં.

Tyaag by Kavi Kalapi

See also  Memorabilia Of Last Week by Thomas Moore
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *