Tane Hu Jouu Chu – kavi kant poems

તને હું જોઉં છું, ચંદા! કહે !
તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક –
કહે, તેની રુએ છે કે ?

અને તવ નેત્રમાં તે
નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું –
કહે, તે એ ખુએ છે કે ?

સખી ! હું તો તને જોતાં –
અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ !
કહે, સાથી સુએ છે કે ?

સલૂણી સુંદરી ચંદા !
ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે,
તે એ ધુએ છે કે ?

તને હું જોઉં છું -‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *