તમે પધારો વનમાળી રે

હાં રે મેં તો કીધી છે ઠાકોર થાળી રે, હવે તમે પધારો વનમાળી રે … હાં રે મેં તો.

પ્રભુ સાકર દ્રાક્ષ ખજૂરી, માંહે નથી બાસુંદી કે પૂરી, મારે સાસુ નણદી છે શૂળી … પધારો વનમાળી રે.

પ્રભુ ભાતભાતના લાવું મેવા, તમે પધારો વાસુદેવા, મારે ભુવનમાં રજની રહેવા … પધારો વનમાળી રે.

પ્રભુ કંગાલ તોરી દાસી, પ્રભુ પ્રેમના છો તમે પ્યાસી, દાસીની પૂરજો આશી … પધારો વનમાળી રે.

હાંરે મેં તો તજી છે લોકની શંકા, પ્રીતમ કા ઘર હૈ બંકા, બાઈ મીરાંએ દીધા ડંકા … પધારો વનમાળી રે.

– મીરાંબાઈ

See also  Afraid? Of whom am I afraid? by Emily Dickinson
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *