Tame Mara Devana Didhel Cho
તમે મારા દેવનાં દીધેલ છો,
તમે મારા માંગીને લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઈને રો’.
મહાદેવ જાઉં ઉતાવળી, ને જઈ ચઢાવું ફૂલ,
મા’દેવજી (જ્યારે) પ્રસન્ન થયા, ત્યારે આવ્યા (તમે) અણમૂલ;
તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલવસાણું છો.
– આવ્યા ત્યારે અમર થઈને રો’, તમે મારા દેવનાં.
હનુમાન જાઉં ઉતાવળી, ને જઈ ચઢાવું તેલ,
હનુમાનજી પ્રસન્ન થયા, ત્યારે ઘોડિયા બાંધિયા ઘેર;
તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલવસાણું છો.
– આવ્યા ત્યારે અમર થઈને રો’, તમે મારા દેવનાં.