તમારો ભરોસો મને ભારી
તમારો ભરોસો મને ભારી,
સીતાના સ્વામી,
તમારો ભરોસો મને ભારી.
રંક ઉપર વ્હાલો ચમ્મર ઢોળાવે,
ભૂપને કીધા ભીખારી,
સીતાના સ્વામી … તમારો ભરોસો.
નખ વધારી હિરણ્યકશ્યપ માર્યો,
પ્રહ્લાદ લીધો ઉગારી,
સીતાના સ્વામી … તમારો ભરોસો.
ભલે મળ્યો મહેતા નરસૈંયાનો સ્વામી,
નામ ઉપર જાઉં વારી,
સીતાના સ્વામી … તમારો ભરોસો.
– નરસિંહ મહેતા