સુખ છે તમારા શરણમાં

પ્રભુ વિના બીજે ક્યાંયે સુખ નથી, હો શામળિયાજી સુખ છે તમારા શરણમાં.

સુખ છે તમારા શરણમાં, એ મારા ગુરુ એ કહ્યું કરણમાં … હો શામળિયાજી!

જપતપ તીરથ મારે ચારે પદારથ, એ સૌ આપના છે ચરણમાં … હો શામળિયાજી.

પ્રેમ કરીને હૃદયમંદિરે, પધારો – વ્હાલા! ન જોશો જાત કુળ વરણમાં … હો શામળિયાજી.

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વ્હાલા!
આડે આવજો મારા મરણમાં … હો શામળિયાજી.

See also  To Mistress Katharine Bradshaw, The Lovely, That Crowned Him With Laurel by Robert Herrick
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *