સાંવરે રંગ રાચી
સાંવરે રંગ રાચી રાણા, મૈં તો સાંવરે રંગ રાચી. હરિ કે આગે નાચી, રાણા, મૈં તો સાંવરે રંગ રાચી.
એક નિરખત હૈ, એક પરખત હૈ, એક કરત મોરી હાંસી, ઔર લોગ મારી કાંઈ કરત હૈ, હૂં તો મારા પ્રભુજીની દાસી … સાંવરે રંગ
રાણો વિષ કો પ્યાલો ભેજ્યો, હૂં તો હિમ્મત કી કાચી, મીરાં ચરણ નાગરની દાસી સાંવરે રંગ રાચી … સાંવરે રંગ
-મીરાંબાઈ