Samjan Vina Re Sukh Nahi Jantane Re

સમજણ વિના રે સુખ નહીં જંતને રે; વસ્તુગતિ કેમ કરી ઓળખય ? આપમાં વસે છે આપનો આતમા રે, તેણે કાંઈ જીવપણું નવ જાય. . સમજણ..

રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે, અંધારું તો ઊગ્યા પૂંઠે જાય; રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે, થનાર હોય તે સહેજે થાય.. સમજણ..

જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે, ભોજન કહેતાં ન ભાંગે ભૂખ; પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે, એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ..

પારસમણિ વિના રે જે પથરા મળે રે, તેણે કાંઈ કાંચન લોહ ન થાય; સમજણ વિના રે જે સાધન કરે રે, તેણે કાંઈ જીવપણું નવ જાય. . સમજણ..

દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે, એને લઈ રૂમાં જો અલપાય; એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે, રતી એક સાચે પ્રલય જ થાય. . સમજણ..

જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણીરહિત છે રે વિચાર;
જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર. . સમજણ..

See also  Our River by John Greenleaf Whittier
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *