Ram Ne Runi Rakhya

જમદઢ જાંબુવાન અને નળ અંગદ સુગ્રીવ નર્યા પણ હજુ લગ હનુમાન ઈતો કાયમ બેઠો ‘કાગડા’

જગતમાં એક જ જનમ્યો રે કે જેણે રામને ઋણી રાખ્યા

રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા ન કરી કદીએ ઉઘરાણી જેમ, સામા ચોપડા ન રાખ્યા ..

આગણ કેરા વેણ હરખથી, કોઈને મોઢે ન ભાખ્યા અસીમ કૃપાથી સુખે સંસારી, સ્વાદ ભર્યા નવ ચાખ્યા ..

હરીએ કંઠમાં હાર પહેરાવ્યો, મોતીડાં મોઢામાં નાખ્યા મોતીડાં કરડી એણે માળા જ ફેંકી, તાગડા તોડી નાખ્યા ..

રામના સઘળાં કામ કર્યા ને, બેસણા બારણે રાખ્યા રાજસત્તાના ભડકા ભાળ્યા, ને એણે ધૂળમાં ધામા નાખ્યા ..

અંજની માતની કુંખ ઉજાળી, નિત રખોપા રાખ્યા ચોકી રામની કદીએ ન છોડી, ઝાંપે ઉતારા રાખ્યા ..

“કાગ” કે બદલો ક્યારે ન માગ્યો, પોરષ કદીએ ન ભાખ્યા
જેણે બદલો લીધો એના, મોઢા પડી ગયા ઝાંખા ..

See also  Lines To An Old Sweetheart by Robert Burns
Leave a Reply 2

Your email address will not be published. Required fields are marked *


HARENDRA

HARENDRA

I want Ram ne runi rakhya send on my e mail address because I can’t see the format on this website on my mobile. So please send this written poet on my mail address. Thanks

poemtree

poemtree

Hi Harendra,

I have sent the poem in your inbox. Sometimes Gujarati fonts are not supported by some reason on mobile phones.

Regards
Poemtree.in