Premlakshana Bhakti Jene Pragati – Gangasati Bhajans

Premlakshana Bhakti Jene Pragati – Gangasati Bhajans

પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને
કરવું પડે નહીં કાંઈ રે,
સદગુરુ વચનની છાયા પડી ગઈ
તેને અઢળક પ્રેમ ઉરમાંય રે … પ્રેમલક્ષણા

પ્રેમલક્ષણા ભક્તિ શબરીએ કીધી ને
હરિએ આરોગ્યાં એંઠા બોર રે,
આવરણ અંતરમાં એકે નહીં આવ્યું ને
ચાલ્યું નહીં ત્યાં યમનું જોર રે … પ્રેમલક્ષણા

પ્રેમ પ્રગટ્યો વિદુરની નારી ને
ભૂલી ગઈ દેહ કેરું ભાન રે,
કેળાની છાલમાં હરિને રીઝવ્યાં ને
છૂટ્યું અંતરનું એનું માન રે … પ્રેમલક્ષણા

એવો રે પ્રેમ જેને પ્રગટિયો,
તે સ્હેજે હરિભેગો થાય રે,
ગંગા સતી એમ બોલિયા રે
પાનબાઈ, તેથી યમરાજ દૂર જાય રે … પ્રેમલક્ષણા

પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને – ગંગા સતી

See also  Sonnet: Ye hasten to the grave! What seek ye there by Percy Bysshe Shelley
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *