પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા

નિત્ય નિત્ય ભજીએ તારું નામ, તારું નામ, પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા હો જી.

આણી તીરે ગંગા વ્હાલા! પેલી તીરે જમના, વચમાં ગોકુળિયું રૂડું ગામ રે … પ્રેમ થકી.

વૃંદા તે વનના ચોકે રાસ રચ્યો છે, વ્હાલા! સોળસે ગોપીમાં ઘેલો કાન રે … પ્રેમ થકી.

અન્ન ન ભાવે, નયણે નિંદ્રા ન આવે, વહાલા! સે’જે પધારો સુંદરશ્યામ રે … પ્રેમ થકી.

બાઈ મીરાં કે પ્રભુ! ગિરિધરના ગુણ વહાલા! છેલ્લી ઘડીના રામોરામ રે … પ્રેમ થકી.

– મીરાંબાઈ

See also  The Suicide’s Grave by W S Gilbert
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *