પ્રેમની, પ્રેમની, પ્રેમની રે

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે; મુને લાગી કટારી પ્રેમની રે … ટેક

જળ જમુનાનાં ભરવા ગયા’તાં; હતી ગાગર માથે હેમની રે… મને લાગી કટારી

કાચે તે તાંતણે હરિજીએ બાંધી; જેમ ખેંચે તેમ તેમની રે… મુને લાગી કટારી

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર; શામળી સૂરત શુભ એમની રે… મુને લાગી કટારી

– મીરાંબાઈ

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *