પ્રાણજીવન પ્રભુ મારા
તમે અબોલા શીદ લ્યો છો રાજ, પ્રાણજીવન પ્રભુ મારા? અમને દુઃખડાં શીદ દ્યો છો રાજ, પ્રાણજીવન પ્રભુ મારા?
તમે અમારા, અમે તમારા, ટાળી શું દ્યો છો રાજ? … પ્રાણજીવન.
ઊંડે કૂવે ઊતર્યા છે વહાલા, છેહ આમ શું દ્યો છો રાજ? … પ્રાણજીવન.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, હૃદયકમલમાં રહો છો રાજ … પ્રાણજીવન.
– મીરાંબાઈ