પી લેવો હોય તો રસ પી લેજો

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પિયાલો આવ્યો ભક્તો કાળનો વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને અચાનક ખાશે તમને કાળ રે …. પી લેવો હોય

જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ નહિંતર જમીનમાં વસ્તુ જાશે રે, નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે … પી લેવો હોય

આપ રે મૂવા વિના અંત નહીં આવે ને ગુરુ જ્ઞાન વિના ગોથાં ખાશે રે, ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું આપવાપણું તરત જડી જાવે રે …. પી લેવો હોય

વખત આવ્યો છે તમારે ચેતવાનો પાનબાઈ મન મેલીને થાઓ હોંશિયાર રે, ગંગા સતી એમ બોલિયા રે હેતના બાંધો હથિયાર રે …. પી લેવો હોય

– ગંગા સતી

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *