Namera E Rhaday Na Bhav

ગઝલ

નમેરા એ હ્રદયના ભાવ, વ્હાલી તથાપિ ઉર લે રસલ્હાવ, વ્હાલી !

મહાતોફાન જીવનમાં છવાયાં: રમો તુજ વ્યોમમાં રવિતેજ, વ્હાલી !

મળ્યું સૌભાગ્ય, ચિર તારું વિરાજો ! વધાવીશું વહી આનન્દ, વ્હાલી !

અહા ! મુજ કંટકો વેરેલ શય્યા: ગુલાબી આવજો તુજ નિંદ, વ્હાલી !

પ્રભા ને મંજરીના હાર ગૂંથી, ધરાવો દેવસખી તુજ શીર્ષ, વ્હાલી !

વિમલ સ્નેહાંજલિથી પાપ ધોવા, થયાં મુજ રાત્રિનાં તે સ્વપ્ન, વ્હાલી !

પ્રકાશે તેજ ભરી આકાશ તારા: ઊંડા અન્ધારનાં મુજ ગીત, વ્હાલી !

ધીરી; અયિ ! બન્ધનો તોડી ઊડીશું:
ભર્યા સ્નેહે પ્રભુના દેશ, વ્હાલી !

See also  The Cross Roads by Robert Southey
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *