મેહુલો ગાજે ને માધવ નાચે

મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝૂમ વાગે પાયે ઘુઘરડી રે, તાલ પખાજ વજાડે રે ગોપી, વહાલો વજાડે વેણુ વાંસલડી રે.

પહેરણ ચીર, ચરણા ને ચોળી, ઓઢણ આછી લોબરડી રે; દાદુર, મોર, બપૈયા બોલે, મધુરી શી બોલે કોયલડી રે.

ધન્ય બંસીવટ, ધન્ય જમુનાતટ, ધન્ય વૃંદાવનમાં અવતાર રે; ધન્ય નરસૈયાની જીભલડીને, જેણે ગાયો રાગ મલ્હાર રે..

– નરસિંહ મહેતા

See also  Nurse’s Song by William Blake
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *