મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને

મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને પકડ્યો વચનનો વિશ્વાસ રે, ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં થઈ બેઠાં સદગુરુના દાસ રે … મેદાનમાં

સાન સદગુરુની જે નર સમજ્યો, તે અટકે નહીં માયા માંહ્ય રે, રંગરૂપમાં લપટાય નહીં જેને મળી ગઈ વચનની છાંય રે … મેદાનમાં

રહેણીકરણી એની અચળ કહીએ એ તો ડગે નહીંય જરાય રે, વચન સમજવામાં સદાય પરિપુર્ણ તેને કાળ કદી નવ ખાય રે … મેદાનમાં

સોઈ વચન સદગુરુજીના ઘરના, ગમ વિના ગોથાં ખાય રે, ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ, વચન ન સમજ્યા નરકે જાય રે … મેદાનમાં

– ગંગા સતી

See also  The Petit Vieux by Robert W. Service
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *