મરીઝ

ન આવ કલ્પના,
ન વિચારો ન ખ્વાબમાં,
તું પણ હવે ન જોઇએ તારા જવાબમાં

બીજી છે એની શોભા
કે ખાલી પડી રહે,
ફૂલો ન હો તો કંઇ ન ભરો ફૂલછાબમાં

પીતો રહ્યો સુરા કે
ન બદનામ કોઇ હો,
લોકો કહે ખુવાર થયો છે શરાબમાં

એવો ડરી-ડરીને હું
જન્નત તરફ ગયો,
જાણે કે એની ભૂલ થઇ છે હિસાબમાં

જામી રહ્યો છે એમ
અમારા પ્રણયનો રંગ,
ધીમી ગતી જે હોય છે ખીલતાં ગુલાબમાં.

— મરીઝ —