મારી વાડીના ભમરા
મારી વાડીના ભમરા, વાડી મારી વેડીશ મા, વાડી વેડીશ મા, ફૂલડાં તોડીશ મા.
મારી વાડીમાં, વહાલા પવનપાંદડીઓ, ધીરજ ધરજે, મન! તું દોડીશ મા.
મારી વાડીમાં વહાલા, ચંપો ને મરવો, વાસ લેજે તું, ફૂલ તોડીશ મા.
મારી વાડીમાં વહાલા, આંબો રે મોર્યો, પાકા લેજે, કાચા તોડીશ મા.
મારી વાડીમાં વહાલા, ત્રિકમ ટોયો, ગોફણ લેજે, ગોળો છોડીશ મા.
બાઈ મીરાં કહે, પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ ચિત્ત છોડીશ મા.
– મીરાંબાઈ