લેને તારી લાકડી
લેને તારી લાકડી રે, લેને તારી કામલી, ગાયો ચરાવવા નહિ જાઉં માવલડી … લેને.
માખણ તો બલભદ્રને ખાયો. હમને પાયો ખાટી હો રે છાશલડી … લેને.
વૃંદાવનને મારગ જાતાં, પાંવમેં ખૂંચે ઝીણી કાંકલડી … લેને.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ ચિત્ત રાખલડી રે … લેને.
– મીરાંબાઈ