Kunj Kunj Tu Gunje Bhamra – Umashankar Joshi Kavita
કુંજ કુંજ તું ગુંજે ભમરા
કાં આટલું તને ના સૂઝે
કુંજ કુંજ તું ગુંજે
કાં પંકજ પુષ્પની પાંખરે તું જીવન તારું
ખાખ કરે રસ તરસ્યા રસનાં ગાન કરે
તું પ્રાણ દઈ પ્રીત પાન કરે
તૂં પ્રીત ગીત લલકારે ફરી કુંજ કુંજની ડાળે
તું પ્રણય વેદી પર પ્રાણ દે તું પ્રાણ સમરામ જાણે
કાં આટલું તું ના જાણે શું ફૂલ બીડાશે વ્હાણે
શું દુ:ખ હ્રદયમાં સાલે તું જીવન જીવી જાણે
કુંજ કુંજ તું ગુંજે ભમરા – ઉમાશંકર જોષી