ખેલો ખેલો હોળી રે ખેલૈયા

ખેલો ખેલો હોળી રે ખેલૈયા,
રંગે રોળાઓ રસિયા ઘેરૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.

ઘોળી કસુંબા કેસર સાથે,
પીયો પીયો રે ખૂબ ભૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.

વસ્ત્ર દલાડો કેસૂડી રંગે,
અબીલ-ગુલાલ છવૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.

ધામધૂમ બહુ ધૂમ મચાવો,
કાંઈ કાંઈ બજાવી ગવૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.

નર્મદ કવિ પણ આજે બન્યા છે,
રંગીલા બાળ કનૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.

Khelo Khelo Holi Re Khelaiya by Narmadashankar Dave

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *