કરજદાર છું

બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

ચાહ્યુ બીજું બધું તે ખુદાએ મને દીધું, એ શું કે તારા માટે ફક્ત ઇન્તિઝાર દે.

આવી ને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઇ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન, દે એક મહાન દર્દ અને પારાવાર દે.

દુનિયામાં કંઇકનો હું કરજદાર છું ’મરીઝ’ ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

—  મરીઝ  —

See also  "In Memoriam" by Henry van Dyke
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *