કાળધર્મ ને સ્વભાવને જીતવો

કાળધર્મ ને સ્વભાવને જીતવો, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે સમાનપણેથી સર્વેમાં વર્તવું, ને ટાળી દેવો મનનો વિરોધ રે … કાળધર્મ.

નિર્મળ થઈને કામને જીતવો, ને રાખવો અંતરમાં વૈરાગ રે, જગતના વૈભવને મિથ્યા જાણી, ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે … કાળધર્મ.

આલોક પરલોકની આશા તજવી, ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે, તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી, ને મેલવું અંતરનું માન રે … કાળધર્મ.

ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું, ને વર્તવું વચનની માંય રે, ગંગા સતી એમ બોલિયાં રે, એને નડે નહિ જગતમાં કાંઈ રે … કાળધર્મ.

– ગંગા સતી

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *