હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ
હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ,
વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ.
હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે,
વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે,
કહ્યુ ને તરછોડુ તોયે રીસ ન લાવે,
કાંઇ કાઇં મિષે ઘેર આવી બોલાવે. …હું શું જાણુ
એકલડી દેખે ત્યાં પાવ રે લાગે,
રંક થઇ કાંઇ કાંઇ મારી પાસે માંગે,
જ્યાં જ્યાં જ્યાંથી જાણે ત્યાંથી આડો આવી ઝુકે,
દયાનો પ્રીતમ મારો કેડો નવ મુકે. …હું શું જાણુ
Hu Shu Janu Je Vhale Mujma Shu Dithyu – Kavi Dayarama Poems