હવે સખી નહિ બોલું

હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

હવે સખી નહિ બોલું, નહિ બોલું,
નહિ બોલું રે હવે સખી નહિ બોલું,
નહિ બોલું, નહિ બોલું રે

કદાપિ નંદકુંવરની સંગે હો મુને
શશીવદની કહી છેડે ત્યારની દાઝ લાગી છે રે
મારે હૈયે હવે સખી નહિ બોલું, નહિ બોલું….

ચંદ્રબીંબમાં લાંછન છે વળી રાહુ ગળે
ખટ્ માસે રે પક્ષે વધે ને પક્ષે ઘટે કળા પક્ષે વધે ને
પક્ષે ઘટે કળા નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે હવે સખી નહિ બોલું, નહિ બોલું….

દયાના પ્રીતમને કહે સખી જ્યું શશીમુખ
સરખું સુખ પાશે કોટિ પ્રકારે હું નહિ આવું કોટિ પ્રકારે
હું નહિ આવું એવા પુરુષથી અડાશે રે

હવે સખી નહિ બોલું, નહિ બોલું….
નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

Was this helpful?

0 / 0

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *