હરિ વસે છે હરિના જનમાં

હાં રે હરિ વસે હરિના જનમાં હાં રે તમે શું કરશો જઈ વનમાં રે? હરિ.

ભેખ ધરીને તમે શીદ ભટકો છો? પ્રભુ નથી વન કે અરણ્યમાં રે … હરિ.

કાશી જાઓ ને તમે ગંગાજી ન્હાવો, પ્રભુ નથી પાણી પવનમાં રે … હરિ.

જોગ કરો ને ભલે જગન કરાવો, પ્રભુ નથી હોમ હવનમાં રે … હરિ.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિ વસે છે હરિના જનમાં રે … હરિ.

-મીરાંબાઈ

See also  The Lost Kiss by James Whitcomb Riley
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *