હાં રે દાણ માંગે કાનુડો

હાં રે દાણ માંગે કાનુડો દાણ માંગે હાં રે તારી મોરલીના બોલ વાગે … કાનો દાણ માંગે.

હાં રે કાન કિયા મુલકનો સૂબો, હાં રે મારા મારગ વચ્ચે ઊભો … કાનો દાણ માંગે

હાં રે કાન કિયા મુલકનો રસિયો, હાં રે મારા મારગ વચ્ચે વસિયો … કાનો દાણ માંગે

હાં રે કાન કિયા મુલકનો દાણી, હાં રે મારી નવરંગ ચુંદડી તાણી … કાનો દાણ માંગે

હાં રે કાન કિયા મુલકનો મહેતો, હાં રે મારા મારગ વચ્ચે રહેતો … કાનો દાણ માંગે

હાં રે કાન જળ જમુનાને આરે, હાં રે એમાં કોણ જીતે કોણ હારે … કાનો દાણ માંગે

હાં રે કાન નથી સાકર નથી મેવા, હાં રે ખાટી છાશમાં શું આવ્યો લેવા … કાનો દાણ માંગે

હાં રે મહેતા નરસિંહના સ્વામી મુરારિ, હાં રે તમે લૂંટો મા દા’ડી દા’ડી … કાનો દાણ માંગે

– નરસિંહ મહેતા

See also  The Barefoot Boy by John Greenleaf Whittier
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *