જ્ઞાનકટારી મારી અમને

જ્ઞાનકટારી મારી, અમને પ્રેમકટારી મારી.

મારે આંગણે રે તપસીઓ તાપે રે, કાને કુંડળ જટાધારી રે … રાણાજી, અમને.

મકનોસો હાથી, લાલ અંબાડી રે, અંકુશ દઈ દઈ હારી રે … રાણાજી, અમને.

ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે, એવી છે ભક્તિ અમારી રે … રાણાજી, અમને.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર, ચરણકમળ બલિહારી રે … રાણાજી, અમને.

– મીરાંબાઈ

See also  The Orphaned Old Maid by Thomas Hardy
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *