ગંગા સતી જ્યારે સ્વધામ ગયા

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ રે, વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો ને મટી ગયો મનનો સર્વે શોક રે … ગંગા સતી

અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં સંકલ્પ સમરું ચિત્તમાંહી રે, હાણ ને લાભની મટી ગઈ કલ્પના બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે … ગંગા સતી

જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને રસ તો પીધો અગમ અપાર રે, એક નવધા ભક્તિને સાધતાં, મળી ગયો તુરિયામાં તાર રે …. ગંગા સતી

ત્યાં તો એટલામાં અજુભા આવ્યા તેને કરાવ્યો સત્સંગ રે, ગંગા સતી પ્રતાપે પાનબાઈ બોલિયા રે હવે કોણ ચડાવે પુરણ રંગ રે … ગંગા સતી

– ગંગા સતી

See also  Amoretti: Sonnet 87 by Edmund Spenser
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *