ધોળાં રે વાદળ

ધોળાં રે વાદળ કાળી છાંયડી,
લાગે ડુંગરને ડાઘ,
લીલુડા ડુંગરને ડાઘ,
લીલુડા ડુંગર મરમે બોલિયા:
” હૈયું શ્વેત અથાગ! ” – ધોળાં રે …

ધોળાં રે વાદળ કાળી છાંયડી, લાગે ડુંગરને ડાઘ,
લીલુડા ડુંગરને ડાઘ, લીલુડા ડુંગર મરમે બોલિયા: ” હૈયું શ્વેત અથાગ! ” – ધોળાં રે …

વાદળ ડોલે ને બોલે: “લાજ તું ! કોણે દીધા શણગાર ?
તને રે પલ્લવતાં હૈયું ગળ્યું, કાળપ રહી ના લગાર – ધોળાં રે …

આજે રે પડછાયો અડતાં જરી હૈયું તુજ અભડાય !
એટલડી કાળપ મારી ના જશો – થાક્યા પંથીની છાંય” – ધોળાં રે …

– ઉમાશંકર જોશી

Was this helpful?

0 / 0

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *