દામોદર! દુઃખડા કાપો રે!

દામોદર! દુઃખડા કાપો રે! પાવલે લાગું!
નંદલાલ! નિકજાનંદ આપો રે! – એ વર માંગુ!

વ્હાલાજી! હું છું પળ પળનો અપરાધી ભરેલો આધિવ્યાધિ રે,
પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! હું તો તમારા બળથી ઘણો ગાજું, જાણો છો, કહું શું ઝાઝું રે?
પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! હું જેવો તેવો તોય છું તમારો, આધાર અવર નહીં મારો રે!
પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! મારું જોર નથી જો તરછોડો, શું રૂઠી કરો મંકોડો રે?
પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! શ્રીમુખ પોતાનો કહો છો માટે લાદું, બીજું બળ ક્યાંથી કાઢું રે?
પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! જનનું માન જગતમાં વધારો, ગમે તો ઘરમાં મારો રે!
પાવલે લાગું! દામોદર!.

નૃપના ગજઘોડાં મસ્તીખોરાં ને માન મોટું, માર્યે ના માને ખોટું રે!
પાવલે લાગું! દામોદર!.

દયાનાં પ્રીતમ! પાણી, ગ્રહ્યો છે તો નિભાવો,મારો દાસ પણાનો દાવો રે!
પાવલે લાગું!દામોદર!

 

Damodar Dukhada Kapo Re – Dayaram Bhajans

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *