’ચૂંટેલા શેર’

તારે ના આપવું હો કશું તો સાફ વાત કર,
માનું હું ક્યાં સુધી કે દુઆમાં અસર નથી.

———————————-

દાદ નો આભાર, કિંતુ એક શિકાયત છે
મને મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.

———————————-

હું એ જોવાને કયામતમાં નહીં જાઉં ’મરીઝ’
આદમી સૌના દિલાસાનો વિષય થઇ જાય.

————————————

થઇ ગયું એકાંત પૂરું ઓ ’મરીઝ’
અંતકાળે લોકો ભેગા થઈ ગયા.

————————–

મને શ્રધ્ધા ભલે ને હોય કે ઇશ્વર બધાનો છે
દુઆ એવી કરું છુ જાણે મારા એકલાનો છે.

— મરીઝ —

See also  Veils by Ella Wheeler Wilcox
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *