ચૂંટેલા શેર – ૩

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો
તું મ્રૂત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.

———————————–

કહો દુષ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે.

—————————————

કરવી છે વહેંચણી તો માર્ગ હું બતાવું,
દુનિયા બધી તમારી, પરવરદિગાર મારો.

————————————–

તે દ્વાર પરના હળવા ટકોરા તો રદ થયા,
શાયદ એ સાંભળી લે, જો માથું પછાડીયે.

————————————-

નશો ક્યાં છે, નશાનું તો અમસ્તુ નામ છે સાકી,
હવે પીધાં પછી પણ દિલને ક્યાં આરામ છે સાકી.

———————————–

— મરીઝ —

See also  Born Of Water by George MacDonald
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *