Buro Bhajan Bin Sarva Hey

બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં, બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં; બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો, બૂરો નારિ એકાંત, બુરો આલસી ભરોસો; જગ બૂરો મિત્રસે કપટ જો, બૂરો અધમ ક્રમ સાધનો; સત’કાગ’, સ્વમી ! સંસારમેં, બૂરો બલીસે બાધનો. ૧

બૂરો ઘાત-વિશ્વાસ, બૂરો નાદાન બઢ્યો સો, બૂરો વેદ બિનુ વિપ્ર, બૂરો શ્રુતિ શૂદ્ર પડ્યો સો; બૂરો સભા અપમાન, બૂરો મહિપાલ કૃપણમન, બૂરો મહંત ચિત ક્ષુદ્ર, બૂરો રોગિષ્ટ મહદ તન; મદ બૂરો યોગિ નારિ-મિલન, ભય રંજ બૂરો ભગતમેં; સત ‘કાગ’,સ્વામી ! સબસે બૂરો, માનભંગ નર જગતમેં. ૨

બૂરો પાન પય ખ્યાલ, બૂર અબલા પ્રધાનપદ, બૂરો શત્રુગૃહગમન, બૂરો યૌવન રુ રાજમદ; બૂરો પ્રાતમેં સયન, બૂરો સેવકસે હસવો, બૂરો અકલ જલ સ્નાન, બૂરો કુગ્રામહિ વસવો; સહિ બૂરો મલેચ્છ તન સો સદા, બૂરો છિદ્ર પર ખોલનો; સત ’કાગ’ સ્વામી ! સંસારમેં બૂરો અતિ મુખ બોલનો. ૩

બૂરો વૃથા વિવાદ, બૂરો તન ક્રોધ તપનિકો,
બૂરો નાશ લગિ ધીર, ચિત લોલજ પનિકો;
બૂરો ક્ષત્રિ અતિ શાંત, બૂરો બિન કંઠ સુ ગાયન,
બૂરો અજાનિત પંથ, બૂરો બિનું રૂપ દીર્ઘ તન;
બહુ બૂરો સમય અતિ હૈ બૂરો, બૂરો કાર્ય બિનુ ગર્વ હૈ,
સત ‘કાગ’ સ્વામી ! સંસારમેં, બૂરો ભજન બિનુ સર્વ હૈ. ૪

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *