બોલે ઝીણાં મોર
બોલે ઝીણા મોર, બોલે ઝીણાં મોર રાધે! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર.
મોર હી બોલે, બપૈયા હી બોલે, કોયલ કરત કલશોર … રાધે! તારા ડુંગરિયા પર
કાલી બદરિયા મેં વીજળી ચમકે, મેઘ હુઆ ઘનઘોર … રાધે! તારા ડુંગરિયા પર
ઝરમર ઝરમર મેહુલો વરસે, ભીંજે મારા સાળુડાની કોર … રાધે! તારા ડુંગરિયા પર
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તું તો મારા ચિત્તડાનો ચોર … રાધે! તારા ડુંગરિયા પર
– મીરાંબાઈ