ભોળાં પ્રેમી
કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં!
ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની, દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં!
કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે, ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!
કમલ, ભમરા. કુમુદ જેવું હ્ર્દય મારૂં ખરે ભોળું, કુદે, બાઝે, પડે પાકુ, પ્રેમી પહાડ પાણો છે!
ઈચ્છે દાસ થવાને, ન કોઈ રાખતું તેને, બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!”
મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે, લાડું-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!
હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને, કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!
નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ, મગજ બળતું કહે છે: “હા! પ્રેમી પહાડ પાણો છે!”
-કલાપી