ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન રે, સતગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાય રે …. ભક્તિ રે કરવી એણે

જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો વર્ણ વિકાર રે, જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં એવી રીતે રહેવું નિર્માન રે … ભક્તિ રે કરવી એણે

પારકા અવગુણ કોઈના જુએ નહીં, એને કહીએ હરિ કેરા દાસ રે, આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે … ભક્તિ રે કરવી એણે

ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ રાખજો વચનમાં વિશ્વાસ રે, ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ હરિજન હરિ કેરા દાસ રે …. ભક્તિ રે કરવી એણે

– ગંગા સતી

See also  Translation From Heine: Die Heimkehr by George MacDonald
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *