અંત:કરણથી પૂજાવાની આશા

અંત:કરણથી પૂજાવાની આશા રાખે ને એને કેમ લાગે હરિનો સંગ રે, શિષ્ય કરવા નહિ એવા જેને પૂરો ચડ્યો ન હોય રંગ રે … અંતઃકરણથી.

અંતર નથી જેનું ઉજળું, ને જેને મોટાપણું મનમાંય રે, તેને બોધ નવ દીજીએ ને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રે … અંતઃકરણથી.

શઠ નવ સમજે સાનમાં ને ભલે કોટિ ઉપાય કરે, સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને એવાની અંતે ફજેતી થાય રે … અંતઃકરણથી.

એવાને ઉપદેશ કદી નવ દેવો ને ઊલટી ઉપાધિ વધતી જાય રે, ગંગા રે સતી એમ બોલિયાં રે, એવાનો કરવો નહિ ઈતબાર રે … અંતઃકરણથી.

– ગંગા સતી

See also  Hours by Adelaide Anne Procter
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *