અંધે અંધ અંધારા મળ્યા
1 અંધે અંધ અંધારા મળ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા, ઘેંસ ન થાય, ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી!
2 પંડિતને પંડિતાઈનું જોર, પણ અતઃકરણમાં અંધારું ધોર!
3 સંસ્કૃત બોલે તે શું થયું? શું પ્રાકૃતથી નાસી ગયું? ભાષાને શું વળગે ભૂર? જે રણમાં જીતે તે શૂર!
4 જોજો રે મોટાના બોલ, ઉજ્જળ ખેડે વાગ્યો ઢોલ!
5 શબરી સંસ્કૃત શું ભણી હતી, ભાઈ? ક્યા વેદ વાંચ્યા કરમાબાઈ? વ્યાધ તો શું ભણ્યો’ તો વેદ? ગણકા શું સમજતી હતી ભેદ?
6 ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો!
7 જો તુંબડું માંહેથી મરે, તો તારે ને પોતે તરે!
-અખા ભગત