અખા એ ગુરુ શું મૂકે પાર

1 અખા એ ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર! પોતે હરિને જાણે ન લેશ અને કાઢી બેઠો ગુરુનો વેશ!

2 જેમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘર આપ!

3 દેહાભિમાન હતું પાશેર, વિદ્યા વધતાં વાધ્યું શેર, ચરચા વધતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો!

4 ઊંધ્યો કહે, ઊંધ્યો સાંભળે, તેણે જડપણું બેનું નવ ટળે, જેમ ચિત્રામણના દીવા વડે, કેમ રાત અંધારી દૃષ્ટે પડે?

5 પ્રાપ્ત રામ કરે તે ગુરુ, બીજા ગુરુ તે જાણો વરૂ! ધન હરે, ધોખો નહિ કરે, એ ગુરુ કલ્યાણ શું કરે?

-અખા ભગત

See also  The Grave Of Keats by Oscar Wilde
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *