Aavkaro Mitho Aapje
હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું… કાપજે રે જી………
માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨) તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે -આવકારો મીઠો…. આપજે રે….જી…. ૧.
કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨) એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે -આવકારો મીઠો… આપજે રે….જી…. ૨.
વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨) એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે -આવકારો મીઠો… આપજે રે….જી…. ૩.
‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે -આવકારો મીઠો…
આપજે રે….જી…. ૪.
Too good
Thanks Mehul.
heart touching
Thanks Rajni.
વાહ મઝા આવી ગઇ. સાહેબ
Thanks Mohit,
We are uploading more Gujarati and Hindi Poems soon.
Stay tuned.