આજ મારે ઘેર આવના મહારાજ

આજ મારી મિજમાની છે રાજ, મારે ઘેર આવના મહારાજ.

ઊંચા સે બાજોઠ ઢળાવું, અપને હાથ સે ગ્રાસ ભરાવું, ઠંડા જળ ઝારી ભરી લાવું, રુચિ રુચિ પાવના મહારાજ. … આજ મારે ઘેર.

બુહ મેવા પકવાન મીઠાઈ, શાક છત્તીસે જુગતે બનાઈ, ઊભી ઊભી ચામર ઢોળું રાજ, લાગો સુહામણા મહારાજ. … આજ મારે ઘેર.

ડોડા એલચી લવિંગ સોપારી, કાથા ચૂના પાન બિચ ડારી, અપને હાથસે બીડી બનાઉં, મુખસે ચાવના મહારાજ. … આજ મારે ઘેર.

મોર મુકુટ પીતાંબર સોહે, સુરનરિ મુનિજન કૈ મન મોહે, મીરાં કે પ્રભુ ગિરધરલાલ, દિલ બીચ ભરના મહારાજ. … આજ મારે ઘેર.

– મીરાંબાઈ

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *