હીરા માણેકને મારે શું કરવું?

શું કરવું, મારે શું કરવું છે રે? હીરા માણેકને મારે, શું કરવું?

મોતીની માળા રાણા, શું કરવી છે? તુલસીની માળા લઈને પ્રભુને ભજવું છે રે … મારે હીરા.

હીરના ચીર રાણા, શું રે કરવા છે? ભગવી ચીંથરીઓ પ્હેરી મારે ફરવું છે રે … મારે હીરા.

મહેલ ને માળા રાણા, શું રે કરવા છે રે? જંગલ ઝૂંપડીએ જઈને મારે વસવું છે રે … મારે હીરા.

બાઈ મીરાં કહે પ્રભુ, ગિરધર નાગર,
અમર ચૂડલો લઈને મારે ફરવું છે રે … મારે હીરા.

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *